વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

0

વાંકાનેર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોને કનડતી સમસ્યા અને પડતર પ્રશ્નનો લાંબા સમયથી કોઇ ઉકેલ ન આવતા બાબતે તેમણે સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે….

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંઘના સભ્યો તેમજ શિક્ષક મિત્રો ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, પ્રાથમિક શિક્ષકોના બાકી રહેલા મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના, સીપીએફમાં 10% સામે 14% અને 45 થી વધુ ઉંમરના શિક્ષકો માટે સીસીસી પરીક્ષામાંથી મુક્તિ મેળવવા સહિતના પ્રશ્નો બાબતે રૂબરૂ મળી ચર્ચા કરવામાં આવી હતી અને આ પડતર માગણીઓ કે જે લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં તેનો કોઇ જ ઉકેલ આવતો ન હોઇ, હવે આ મુદ્દાને પ્રાધાન્ય આપી ઉકેલ લાવવા માંગ કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt