વાંકાનેર ખાતે જુગારના બે દરોડામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા…

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર ખાતે જુગારના બે અલગ અલગ દરોડા પાડી તીનપતિનો જુગાર રમતા ત્રણ અને ચકલા પોપટનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી તેની સામે જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે પેડક સોસાયટીમાં ઈંટોના ભઠ્ઠા પાછળ તીનપત્તીનો જુગાર રમતા આરોપી ૧). દિનેશભાઈ હરીભાઈ મકવાણા, ૨). કીશોરભાઈ બાભુભાઈ વિકાણી અને ૩). ભરતભાઈ છગનભાઈ જીંજરીયાને રોકડ રકમ રૂ. 11,070 સાથે ઝડપી લીધા હતા…

બીજા દરોડામાં પોલીસે પેડક વિસ્તારમાં મેળાના મેદાન ખાતેથી જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા આરોપી ૧). નિતેશભાઈ ચતુરભાઈ વિકાણી, ૨). સુરજભાઈ લાભુભાઈ સોલંકી, ૩). અમીતભાઈ નિતેશભાઈ વિકાણી, ૪). ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી અને ૫). મનોજભાઈ ચંદુભાઈ વિકાણીને પોલીસે રોકડ રકમ રૂ. 10,600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt