વાંકાનેર શહેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ લોક મેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ આગામી તા.27 ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ શ્રાવણી લોકમેળાને રાજ્યના મંત્રીઓના હસ્તે ખુલ્લો મુકાશે. આ લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી જનમેદની ઉમટી પડે છે, અહીં આસપાસનું વાતાવરણ અને વનરાજી લોકોના મન અને હૃદયને પ્રફુલ્લિત કરવા માટે પુરતી છે.
સૌરાષ્ટ્ર ગુજરાત સહિત કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા રતન ટેકરી પર કુદરતી વાતાવરણમાં જંગલમાં બિરાજમાન સ્વંયભુ જ્ડેશ્વર મહાદેવનો શ્રાવણ માસનાં બીજા સોમવારે જડેશ્વરદાદાનાં પ્રાગટ્યદિન નિમીતે પરંપરાગત લોકમેળો યોજાય છે. મેળાને આગલા દિવસે રવિવારે ખુલ્લો મુકવાની પરંપરા છે,ત્યારે આ વર્ષે આગામી તા.27 ને રવિવારના રોજ સવારે 10 કલાકે આ પરંપરાગત લોકમેળાનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવશે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે. જેનું આયોજન લોક સાંસ્કૃતિક મેળા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે…
આ તકે રાજ્યસભાના સાંસદ મોહન કુંડારીયા, સાંસદ કેશરીદેવસિંહ, વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, માળીયાના ધારાસભ્ય કાંતી અમૃતિયા, પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મેળા સેવા સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt