વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે મોબાઈલ મામલે થયેલ બબાલમાં યુવાનને છરી ઝીંકી….

0

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામ ખાતે થોડા મિત્રો બેસીને વાતો કરતા હોય ત્યારે એક મિત્રનો મોબાઇલ ફોન આરોપીએ જોવા માટે લીધો હોય જે ફોન પરત નહિ આપતા, અન્ય મિત્રએ મદદ કરી આ ફોન પરત અપાવતા ઉશ્કેરાઈ જઈ આરોપીએ યુવાનને છરીનો ઘા ઝીકી દીધો હતો જેથી આ મામલે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામ ખાતે ફરિયાદી શાહરુખભાઈ ઇકબાલશા દીવાનના મિત્ર દિપુભાઈનો મોબાઈલ ફોન આરોપી અલ્તાફ દિલાવરભાઈ ખેરડીયાએ જોવા માટે લીધા બાદ પરત નહિ આપતા ફરિયાદી શાહરુખભાઈએ આ ફોન આરોપી પાસેથી લઇ મિત્રને પરત આપતા આ વાતનો ખાર રાખી આરોપી અલ્તાફે શાહરુખભાઈને પેટના ભાગે છરી ઝીકી દીધી હતી જેથી આ મામલે ફરિયાદીએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4