શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. તથા ગેલેક્સી ગ્રુપ દ્વારા દર વર્ષે મોમીન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે મોમીન રત્ન સન્માન સમારોહ યોજવામાં આવે છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ ગેલેક્સી હોલ ખાતે મોમીન રત્ન સન્માન સમારોહ યોજાયો હતો…

આ સન્માન સમારોહમાં વાંકાનેર તાલુકાના મોમીન સમાજના પ્રતિભાવંત વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તથા ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, ગેલેક્સી ગ્રુપના એમ.ડી. અબ્દુલભાઈ બાદી, બાલાપીર ટ્રસ્ટના પ્રમુખ મીમનજી હાજીસાહેબ તથા સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા….

 

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4

error: Content is protected !!