મોરબી શહેર ખાતે રહેતા એક સતવારા પરિવારની દીકરીને અલ્તાફ નામનો યુવાન બહુ હેરાન કરતો હોય જેમાં સગીર યુવતી જ્યારે સ્કૂલે જતી હોય કે ક્યાય બહાર જાય ત્યારે આ શખ્સ તેને ફ્રેન્ડશીપ કરવા માટે હેરાન કરતો હોય જેથી આ બનાવમાં સગીરાની માતાએ આરોપી સામે મોરબી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સર્કીટ હોઉસ પાસે રહેતા અલ્તાફભાઈ દિલાવરભાઈ નામનો યુવાન મોરબી સમકાંઠે વિસ્તારમાં રહેતી એક વિધવા માતાની 14
વર્ષની દીકરીને આ શખ્સ છેલ્લા ત્રણ મહિનાથી રસ્તામાં હેરાન કરી છેડતી કરતો હોય જેથી આનાથી કંટાળી આખરે સગીરાએ પોતાની આપવીતી તેની માતાને જણાવતા બાબતે તેણીની માતાએ હિંમત કરી આ શખ્સ સામે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….