વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને સફળ ઉદ્યોગપતિ એવા પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આગામી મંગળવારના રોજ પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જસદણ સિરામીકની કોર્પોરેટ ઓફિસ (ઝાંઝર સિનેમાની બાજુમાં) ખાતે રક્તદાન કેમ્પ અને વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ, ગૌશાળા નિધિ, સ્મશાન જીર્ણોદ્ધાર નિધિ અને વિદ્યાર્થી સહાય નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં પધારવા જાહેર જનતાને જસદણ સિરામીક ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ સિરામિક ગ્રુપના એમ.ડી. પ્રજ્ઞેશભાઈ પટેલ હાલ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, વાંકાનેર પાંજરાપોળ અને ગૌ શાળાના મંત્રી, વાંકાનેર GIDC એસોસિએશનના મંત્રી, વાંકાનેર એજ્યુકેશન સોસાયટી, લાયન્સ ક્લબ, આઈટીઆઈ, સરકારી હોસ્પિટલ, ગાયત્રી શક્તિપીઠ, ફળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર મુક્તિધામ તથા વાંકાનેર પંથકમાં કાર્યરત વિવિધ સામાજીક, શૈક્ષણીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈ જનસેવાના કાર્યો કરી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW