વાંકાનેર તાલુકાની એક મહિલાને ચાર વર્ષથી સાસરીયા પક્ષ દ્વારા ભરણ પોષણ આપવામાં આવતું ન હોય, જેથી મહિલા આખરે મદદ માટે વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર પાસે પહોંચતા સહાયતા કેન્દ્ર દ્વારા સાસરી પક્ષ પાસેથી મહિલાને ભરણપોષણ અપાવી ન્યાય અપાવી સરાહનીય કામગીરી કરી હતી….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની મહિલા છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં જ રહી અને કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણનો દાવો કર્યો હોય પરંતુ ચાર વર્ષ વિતી જવા છતાં મહિલાને ભરણ પોષણ નહીં મળતા બાબતે મહિલાના પતિ ઉપર દર મહિને રૂ. 4500નું નામદાર કોર્ટએ ભરણ પોષણ બંધાવેલું પરંતુ મહિલાના પતિ દ્વારા તેના હકો છીનવી લેવામાં આવ્યા હતા. સાસરી પક્ષ દ્વારા મહિલાને વારંવાર શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલા તેના પિયરમાં આવી ગઈ હતી. મહિલા તેના બે બાળકોને સાચવી પોતાની સાથે રાખી ઉછેર કરતી પરંતુ સમય જતાં તેને પોતાના હક્ક માટે કોર્ટમાં જવાની જરૂર પડી અને નામદાર કોર્ટનો હુકમ હોવા છતાં પણ તેના સાસરિયાં દ્વારા મહિલાના હકોને છીનવી લેવામાં આવ્યા હતા…

આવા સંજોગોમાં મહિલાના પિતાએ વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલર તેજલબા ગઢવીને આપવીતી જણાવતા સહાયતા કેન્દ્ર દ્વારા સીટી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ. ડી. વી. કાનાણીની મદદથી બંને પક્ષના પરિવાર વચ્ચે ચર્ચા વિચારણા કરી મહિલા ને જે ચાર વર્ષથી ભરણ પોષણ આપવામાં આવ્યું ન હતું તે ભરણ પોષણ મહિલાને અપાવીને મહિલાને સહાય કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW

error: Content is protected !!