કરબલાના ૭૨ શહિદોની યાદમાં અશ્રુભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં મુસ્લિમ બિરાદરો, ઠેરઠેર સબિલો, તાજીયા, જુલુસ, ન્યાઝ, લંગર સહિતના કાર્યક્રમો યોજાયાં….
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવતા મહોર્રમના પર્વમાં શુક્રવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા, જે બાદ ગઇકાલે આખો દિવસ કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી સાંજે ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ ઉજવણી પુરી કરવામાં આવી હતી….
મોહરમ નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર ઈમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હતું, જેમાં ગઇકાલે છેલ્લા દિવસે વાંકાનેર શહેરના રાજમાર્ગો પર કલાત્મક તાજીયા જુલુસ સાથે નિકળ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW