વાંકાનેર શહેર નજીક અજાણ્યા પુરૂષનો ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત…

0

વાંકાનેર શહેર નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર અમરસરથી વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે ગઇકાલે બપોરના સમયે એક અજાણ્યા પુરૂષે કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીકથી રેલ્વે ટ્રેક પર અમરસરથી વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ પસાર થતી સોમનાથ-અમદાવાદ ટ્રેન હેઠળ ઝંપલાવી અંદાજે 45 વર્ષીય અજાણ્યા પુરૂષે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt