વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા એક્ટિવા બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલ એક યુવાનને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી, તેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના જીનપરા જકાતનાકા નજીકથી પસાર થતા એક એક્ટિવા બાઇક નં. GJ 36 AE 7186 ને રોકી તલાશી લેતા બાઇકની ડેકીમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ જેની કિંમત રૂ.750 મળી આવતાં પોલીસે આરોપી મનીષભાઈ મનસુખભાઇ રાઠોડ(રહે. કુંભારપરા, વાંકાનેર)ની એક્ટિવા તથા વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!