વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તીથવા ગામની સીમમાં બાવળના ઝાડ નીચે ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશ-ભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપે લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી જતા પોલીસે છ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન તિથવા ગામે ધવાણીયા સીમ તરફ જવાના રસ્તે મહાનદી પાસે બાવળના ઝાડ નીચે ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી, જેમાં પોલીસે સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). અરવિંદભાઈ ધનજીભાઈ વાઘેલા, ૨). મહેશભાઈ હરજીભાઈ બારૈયા અને ૩). મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા નામના શખ્સોને ઝડપી લીધા હતા,
જયારે અન્ય આરોપી ૩). ટિનુભાઈ ધરમશીભાઈ વાઘેલા, ૪). ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા અને ૫). અનીલભાઈ બાબુભાઈ વાઘેલા નામના શખ્સો પોલીસને જોઈ ભાગી જતા પોલીસે રોકડ રકમ રૂ. 1390 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt