વાંકાનેર નગરપાલિકા ઓફીસ નીચે ટાઉન હોલમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્સોને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર નગરપાલિકા ઓફીસ નીચે ટાઉન હોલમાં દરોડો પાડી જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા હાફીઝ હિદાયતભાઈ ઈસાણી(ઉ.વ. ૩૫), સુભાષભાઈ વસંતભાઈ મિયાત્રા(ઉ.વ. ૪૯), જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ ગોહેલ(ઉ.વ. ૩૬) અને પ્રદીપ રમણીકભાઈ પઢારીયા(ઉ.વ. ૪૨)ને રોકડ રકમ રૂ. 8,210 અને ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 28,210ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2