વાંકાનેરના ખેડૂતોને અન્યાય થતાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ટંકારા સુધી લાંબુ થવું પડશે, બાબતે કૃષિ મંત્રીશ્રી તથા ગુજકોમાસોલને રજુઆત કરતા યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા…

સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકારી ગાઈડ લાઈન મુજબ દરેક તાલુકા મથકે જ્યાં માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં ચણાની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર ફાળવવામાં આવે છે પરંતુ બાબતે વાંકાનેર વિસ્તારના ખેડૂતોને અન્યાય કરતા આ વખતે વાંકાનેર યાર્ડને ચણાના ખરીદી કેન્દ્ર ન ફાળવતા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ટંકારા સુધી લાંબુ થવું પડે તેમ હોય જેથી આ બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ પોતાનો વિરોધ નોંધાવી બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે…

આ રજૂઆત તેમણે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૦-૨૧ માં સરકારશ્રી દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી. તે સમયએ વાંકાનેર તાલુકા (જી.મોરબી) માં આશરે ૩00 ખેડુતોએ નોંધણી કરાવેલ અને સરકારશ્રી દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી વાંકાનેર (માર્કેટ યાર્ડ વાંકાનેર) ખાતે ખરીદી કેન્દ્ર ઉભુ કરી ખેડુતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી. વર્ષ ૨૦૨૧-૨૨ માં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદવાની જવાબદારી સહકારી સંસ્થા ગુજકોમાસોલ ને સોપવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લામાં માર્કેટ યાર્ડ મોરબી ખાતે મોરબી અને માળીયા તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે, માર્કેટ યાર્ડ હળવદ ખાતે હળવદ તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે તેમજ અંજતા જીનીગ મીલ ટંકારા ચોકડી ખાતે ટંકારા અને વાંકાનેર તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે એમ કુલ ૩ ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં અગાઉ ગુજકોમાસોલને પત્ર લખી માર્કેટ યાર્ડ વાંકાનેર ખાતે ખરીદી કેન્દ્ર ઉભુ કરી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માંગણી કરી હતી. ગત વર્ષ વાંકાનેર તાલુકાના આશરે ૩૦૦ ખેડુતોએ નોંધણી કરાવી હતી અને પુરવઠા વિભાગ દ્વારા માર્કેટ યાર્ડ વાંકાનેર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી,  પંરતુ ચાલુ વર્ષ વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે નોંધણી કરાવી હોવા છતાં, તેમજ માર્કેટ યાર્ડ વાંકાનેર દ્વારા ખરીદી કેન્દ્રની માંગણી કરી હોવા છતા અમોને ચણા ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી. ટંકારા ખાતે માર્કેટ યાર્ડ ન હોવા છતા પ્રાઈવેટ જગ્યામાં ખરીદી કેન્દ્ર ફાળવેલ છે, જયારે વાંકાનેર ખાતે માર્કેટ યાર્ડ હોવા ખરીદી કેન્દ્ર ફાળવેલ નથી. જે સરકારની ગાઈડલાઈનનો ભંગ છે….

વાંકાનેરના છેવાડા ગામોના ખેડૂતોને ૫૦ કિ.મી થી વધારે અંતર કાપી વધારાનો ખર્ચ કરી ટંકારા ખાતેના કેન્દ્રમાં પોતાના ચણા વેચવા જવા પડશે. પરીણામ સ્વરૂપે સરકારની આ યોજનાનો વાંકાનેર ખેડુતોને યોગ્ય લાભ મળશે નહી. જે વાંકાનેરના ખેડૂતોને હળાહળ અન્યાય છે.જો માર્કેટ યાર્ડ હળવદ અને માર્કેટ યાર્ડ મોરબીને ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે તો ખેડુતોના હીતમાં વાંકાનેર માર્કેટ યાર્ડને પણ ખરીદી કેન્દ્ર ફાળવવુ જોઈએ. માર્કેટ યાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર તાત્કાલીક આપવા અંગે કૃષિ મંત્રીશ્રી ગુજરાત રાજય તથા ચેરમેનશ્રી ગુજકોમાસોલને ચેરમેનશ્રી માર્કેટ યાર્ડ શકીલ પીરઝાદાએ લેખીત રજુઆત કરી છે, ઉપરાંત આ અંગે મોરબી કલેકટરશ્રી, મોરબી જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રી તથા મોરબી જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓને રુબરુ મળી રજુઆતો કરી છે. તેમજ ધારાસભ્યશ્રી મહંમદજાવેદ પીરઝાદાએ કૃષિ મંત્રીને લેખીત રજુઆત કરી છે. જેમાં આજરોજ યાર્ડની બોર્ડ મીટીગમા આ અંગે ચર્ચા કરવામાં આવી અને સર્કયુલર ઠરાવ કરી વાંકાનેર યાર્ડ ખાતે ચણાનુ ખરીદ કેન્દ્ર ઉભુ કરવાની માંગણી કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

 

error: Content is protected !!