વાંકાનેર તાલુકા પોલીસ ટીમે આરોપીને ઢુવા ચોકડી નજીકથી ઝડપી લીધો, અન્ય સાત ગુનામાં આરોપીની સંડોવણી ખુલી….
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામા છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપી રમેશભાઇ ચોથાભાઇ કિહલા (ઉ.વ.૩૫, રહે.હાલ માટેલ, તા.વાંકાનેર, મૂળ રહે. ગામ સુદામડા તા.સાયલા)ને વાંકાનેર તાલુકા સર્વેલન્સ પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરની ઢુવા ચોકડી ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપાયેલ આરોપી વિશે પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા આરોપી રમેશ કિહલા સામે એક વાંકાનેરમાં ચાર, થાનગઢમાં અને એક સાયલમાં મળી કુલ છ ગુના નોંધાયેલ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ થાનગઢથી આરોપીના પાસા પણ થયાનું ખુલ્યું હતું….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. પી. સોનારા, સર્વેલન્સ સ્ટાફના હેડ.કો. મઘુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, કો.હરીન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઇ કલોત્રા, વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf