વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપર અને માટેલ ગામના ખેડૂતોએ ફિડરનું રિનોવેશન કરવા માંગ કરી…
વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પુરતો વિજ પુરવઠો મળતો ન હોય અને અવાર નવાર લાઇનમાં ફોલ્ટ સર્જાતાં હોય જેથી બાબતે આજરોજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપર અને માટેલ ગામના ખેડૂતોએ વાંકાનેર રૂલર-૨ પીજીવીસીએલના નાયબ ઈજનેરશ્રીને લેખિતમાં રજૂઆત કરી પાડધરા ફિડરનું રિનોવેશન કરી આ વિસ્તારમાં સમયસર યોગ્ય વિજ પુરવઠો મળતો રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. સાથે જ આ બાબતે નાયબ ઈજનેરશ્રી દ્વારા ખેડૂતોની માંગને વ્યાજબી ગણી અને આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવા ખાત્રી આપી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf