વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા જ્ઞાન સહાયક ભરતી ઠરાવ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ….

0

જ્ઞાન સહાયક ભરતી ઠરાવને રદ કરી TET, TAT પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા માંગણી કરાઇ…

વાંકાનેર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેટર દ્વારા લેખિતમાં રજૂઆત કરી રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી બાબતે કરાયેલ ઠરાવ રદ કરી અને ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ કરી હતી…

વાંકાનેર વિસ્તારમાં યુવાનો તથા ખેડૂતોના હિતમાં સક્રિય વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી ઠરાવ રદ કરી કાયમી ભરતી કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ સાથે જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી આ ભરતી ઠરાવ રદ કરવા વિનંતી સાથે જ બાબતે લડતમાં વિદ્યાર્થીઓને ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આદોલંન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf