સૌની યોજના હેઠળ ડેમને સંપૂર્ણ ભરવામાં આવશે, હાલ ડેમની સપાટી 48 ફુટે પહોંચી….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ-1 ચોમાસાની સિઝનમાં એક ઓવરફ્લો થયો હતો, જે બાદ સતત એક મહિના કરતાં વધુ વરસાદ ખેંચાતા ડેમની જળ સપાટીમાં ઘટાડો થયો છે, જેમાં મચ્છુ 1 ડેમને સૌની યોજના હેઠળ ફરી સંપૂર્ણ ભરવા નક્કી કરાતાં હાલ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરતાં ડેમ 90% જેટલો ભરાયો છે, જેમાં હાલ સૌની યોજનાથી 100 ક્યુસેક પાણીની આવક હોવાની ડેમની સપાટી 48 ફુટે પહોંચી છે, જેથી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી વિસ્તારમાં આવતા મોરબી તથા વાંકાનેર તાલુકાના 24 ગામોને એલર્ટ કરાયા છે…

બાબતે ડેમ અધિકારી દિલીપસિંહ જાડેજા પાસેથી મળતી માહિતી મુજબ હાલ ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ડેમ સંપૂર્ણ ભરાયા બાદ પાણી ઠાલવવાનું બંધ કરવામાં આવશે, છતાં સિંચાઈ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી વિસ્તારમાં આવતા મોરબીના લખધીરનગર, લીલાપર, મકનસર, વાંકાનેરના ઢુવા, ધમલપર, ગારિયા, હોલમઢ, જાલસીકા, કેરાળા, લુણસરીયા, મહીકા, પંચાસર સહિત કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!