વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કૈલાસબા ઝાલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના સદસ્યો તથા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા….
જેઆ તકે કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરે માહિતી આપતા જણાવ્યું હતું કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે. અંતે તેમણે મહિલાઑ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf