વાંકાનેર તાલુકાના શેરખડી ગામની સીમમાં આવેલ વાડીમાં પાણી વાળતા એક વૃદ્ધ ખેડૂતને અચાનક વિજશોક લાગતાં ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના શેખરડી ગામ ખાતે રહેતા શામજીભાઇ ગગજીભાઇ વાટુકીયા (ઉ.વ. 65) ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ખેતી પાકમાં પાણી વાળતા હોય દરમિયાન તેમને વિજશોક લાગતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf