ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ચૌહાણ સૌમ્યા કેતનભાઈ 146 માર્ક્સ સાથે વાંકાનેર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં 874 વિદ્યાર્થીઓએ આ પરિક્ષા આપેલ હોય જેમાંથી ફક્ત 39 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની મેરીટ યાદીમાં પસંદગી થઈ છે,

જેમાં સૌમ્યા ચૌહાણએ વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર અને મોરબી જિલ્લામાં ચોથા નંબર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત એલ કે સંઘવી કન્યા વિધાલયની અન્ય 20 વિદ્યાર્થીનીઓએ પણ આ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હોય જેમાંથી 17 વિદ્યાર્થીનીઓ ખૂબ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઇ છે, તેમની આ સિદ્ધી બદલ શાળા પરિવાર અને વિદ્યા ભારતી વાંકાનેર દ્વારા શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!