વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગઇકાલના રોજ વાંકાનેર ડેપોમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 12 જેટલા કર્મચારીઓના નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત કરી અને તેમને નિવૃત્તિ વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી….

એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ અને વાંકાનેર એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા ગઇકાલના રોજ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે કર્મચારી નિવૃત્ત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ડેપોમાં એ.ડી.એમ./વર્કશોપ ખાતે તથા કંડકટર અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થતા 12 જેટલા કર્મચારીઓને સન્માનિત કરી નિવૃત્ત વિદાયમાન આપવામાં આવ્યું હતું….

આ સાથે જ આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ એસ. ટી કર્મચારીઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા, રાજકોટ વિભાગીય એસ.ટી.ના નિયામક જે. બી. કલોતરા, વિભાગીય પરિવહન અધિકારી વી. બી. ડાંગર, વિભાગીય યાંત્રીક ઈનચાર્જ ઈજનેર એન. વી. ઠુમ્મર, વાંકાનેર ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!