મૂળ વાંકાનેર શહેરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વૃદ્ધ અને તેમના પત્નીની વાંકાનેર નજીક આવેલ કરોડોની કિંમતની જમીન હડપ કરવા બંને વૃદ્ધ પતિપત્ની હયાતીમાં તેમના મરણના ખોટા દાખલા રજુ કરી દસ્તાવેજ કરાવી બારોબાર તેમની જમીન વેચી નાખવાના કૌભાંડ પરથી પડદો ઊંચકાયા બાદ વૃદ્ધએ પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બનાવમાં વાંકાનેર સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ કૌભાંડ કરવા માટે ટીપ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના દિલીપસિંહ ઝાલાએ આપી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરતાં આરોપી દિલીપસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે મોરબી સેસન્સ કોર્ટેમાં અરજી કરી હતી જેને કોર્ટ નામંજૂર કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (ઉવ. ૯૨)એ વાંકાનેર સિટી પોલીસમાં ૧). મોનાબેન રજનીકાન્ત મહેતા, ૨). કુસુમબેન રજનીકાન્ત મહેતા, ૩). સુચીતભાઇ રમેશભાઇ જોષી, ૪). રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા અને ૫). જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઉપરોક્ત આરોપીઓ દ્વારા ફરિયાદીની હયાતીમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી બંને દંપતિના મરણના દાખલા મેળવી, તેમની વાંકાનેર ખાતે આવેલ ૩૦ એકર જમીન પર ખોટી રીતે વારસદાર બની આ જમીનને બારોબાર વેચાણ દસ્તાવેજથી વેંચી નાખી હતી.
જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની ધરપકડ કરી પૂછપરછ કરતાં વાંકાનેર તાલુકાના અરણીટિંબા ગામના દિલીપસિંહ અભેસિંહ ઝાલા નામના શખ્સે આરોપીઓને આ જમીન બતાવી હતી, જેથી પોલીસે આ ટીપરને પકડવા માટે તજવીજ શરૂ કરતાં આરોપી દ્વારા મોરબી સેસન્સ કોર્ટેમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલને ધ્યાને રાખી કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU