વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા ધો.8ના બાળકોને વિદાય આપવા માટે આજરોજ લીલાધરા યોગાશ્રમ ખાતે શાળાના તમામ બાળકો સાથે પગપાળા યાત્રા યોજી આશ્રમ ખાતે ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો હતો. જે કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું હતું…

આ કાર્યક્રમમાં શાળાના બાળકોને વિદાયમાં શાળા તરફથી શૈક્ષણિક કીટ ભેટ રૂપે આપવામાં આવી હતી જ્યારે સામે ધો.8ના બાળકો દ્વારા પણ શાળાને સુંદર સરસ્વતી માતાજીની મૂર્તિ પ્રતીક ભેટરૂપી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય સાથે સતત આગળ વધતા રહે તેવી શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પનારા અનિલભાઈ, અશ્વિન સાહેબ, રણજીત સાહેબ તથા અંજનાબેને ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!