વાંકાનેર કોર્ટના જજ શૈલેષભાઈ પટેલનો પુત્ર મીત ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે….
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.10 (S.S.C.)ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કહીં ખુશી, કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાંકાનેરના વિદ્યાર્થી પટેલ મીતએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી વાંકાનેર વિસ્તારનું નામ રોશન કર્યું છે….
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો.10ના પરિણામમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કુલના વિદ્યાર્થી અને વાંકાનેર કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ પટેલના પુત્ર પટેલ મીતએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમ સ્થાન મેળવેલ છે. આ સાથે જ પટેલ મીતે ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે, જેથી આ જ્વલંત સફળતા બદલ ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી મીત પટેલને ખુબ ખુબ અભિનંદન….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC