યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો, આરોપી સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે રહેતા એક યુવાને ઘર સામે મેદાનમાં ક્રિકેટ રમવા આવેલ યુવાન ગાળો બોલતો હોય, જેને ગાળો બોલવાની ના પાડતા બાબતે એક શખ્સે યુવાનને માથામાં બેટ ફટકારી લેતા યુવાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થઇ ગયો હતો જે બાદ તેને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેથી આ બનાવમાં યુવાનના ભાઈએ એક આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામ ખાતે રહેતા બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામનો યુવાન કામસર બહાર જતો હોય દરમિયાન તેના ઘરની સામે મેદાનમાં ક્રિકેટ રમવા આવેલ આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં આરોપી જાબીરએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ બેટ બસીરભાઈને માથાના ભાગે મારી લેતા યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

આ બનાવમાં યુવાન હાલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોય જેથી તેના ભાઈ પરવેજભાઈ માથકીયાએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 323, 325, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!