વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ સુપ્રીમ સિરામીકની પાછળ આવેલ ગામના ખેડૂતોના કડબ રાખવાના વાડાઓમાં આજે બપોરે એક વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર ભયાનક આગ લાગી હતી, જેના કારણે થોડી જ વારમાં ખેડૂતોએ વાડામાં રાખેલ સુકી કડબ સહિતનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો, હાલ અડધી કલાક કરતાં વધુ સમય બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી અને બનાવની જાણ ફાયર બ્રિગેડ ટીમને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ સુપ્રીમ સીરામીકની બાજુમાં આવેલ ગામના ખેડૂતોના કડબ રાખવાના વાડામાં આજે બપોરે પોણા એક વાગ્યાની આસપાસ અચાનક ભયાનક આગ લાગી હતી, જેમાં ત્યાં આજુબાજુમાં આવેલ ખેડૂતોના દસ કરતા વધુ જેટલા વાળાઓમાં એક સાથે આગ લાગવાથી ભયાનક દ્રશ્ય સર્જાયા હતા, જેમાં ખેડૂતોએ વાડામાં રાખેલ સુકી કડબ સહિતનો મોટાભાગનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો…

હાલ ઘટનાસ્થળે સમગ્ર ગ્રામજનો પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા હોય અને સાથે ગ્રામજનોએ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરી હોવાની માહિતી મળી રહી છે, પરંતુ હજુસુધી ઘટનાસ્થળે કોઈ મદદ ન પહોંચી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. બનાવ અનુસંધાને મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવવા માટે રવાના થઈ હોવાની માહિતી મળી રહી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!