દિકરા-દિકરી બંનેના મૃત્યુના દુઃખમાં વાંકાનેર શહેર ખાતે રહેતા વૃદ્ધનો જાત જલાવી વૃદ્ધનો આપઘાત….

વાંકાનેર શહેરની રોયલ પાર્ક સોસાયટી ખાતે રહેતા એક વૃદ્ધના દિકરાની હત્યા થયેલ હોય અને તાજેતરમાં જ તેની દિકરીનું પણ‌ મોત થતાં બંને સંતાનોના મૃત્યુના દુઃખમાં વૃદ્ધે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાપી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની રોયલ પાર્ક સોસાયટી ખાતે રહેતા પરસોતમભાઈ નાથાભાઈ ચાવડા (ઉ.વ. ૭૦) નામના વૃદ્ધના દીકરાની અગાઉ હત્યા કરવામાં આવી હોય અને તેની દીકરીનું પણ મોત થતાં બંને સંતાનોના મૃત્યુના દુઃખમાં વૃદ્ધની માનસિક સ્થિતિ બરાબર ન હોય જેમાં તેમણે પોતાના ઘરની અંદર બપોરના સમયે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો,

જેમાં પરસોતમભાઈ ચાવડા આખા શરીરને ગંભીર રીતે દાજી જતાં તેને તાત્કાલિક વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!