જીજ્ઞાસાબેન મેરની રજુઆત બાદ આજથી ત્રણેય ગામોને નર્મદાનું પાણી મળવાનું શરૂ….

વાંકાનેર તાલુકાના સતાપર, તરકીયા અને વિનયગઢ ગામોના નાગરિકોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોય, જેથી આ બાબતે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર દ્વારા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા બોર્ડના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળી સમસ્યાના ઉકેલ લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત સફળ થતાં આજથી ઉપરોક્ત ત્રણેય ગામોને પીવાના પાણી માટે નર્મદાનું પાણી ફાળવવામાં આવ્યું છે….

વાંકાનેર તાલુકાના સતાપર, તરકીયા અને વિનયગઢ ગામોના નાગરિકોને પિવાના પાણી માટે લાંબા સમયથી તકલીફ પડતી હોય જેથી બાબતે તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર દ્વારા પાણી પુરવઠા બોર્ડના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળી સમસ્યા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી આ સમસ્યા બાબતે રાજકોટ પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર આર. એમ. માહેરીયા દ્વારા રજુઆત સમયે સમસ્યાનો નિકાલ કરવા બાંહેધરી આપી હતી, જે અનુસંધાને જીજ્ઞાસાબેન મેરની રજુઆત સફળ થતાં આજથી ઉપરોક્ત ત્રણેય ગામોને પીવા માટે નર્મદાનું પાણી છોડવામાં આવતા ગામના નાગરિકોએ ખુશી વ્યક્ત કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!