વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર લોડર રિવર્સમાં લેતા હડફેટે ચડી જતાં શ્રમિક યુવાનનું મોત….

0

વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનામાં લોડર ચાલકે વાહન રિવર્સમાં લેતી વેળાએ કામ કરતાં શ્રમિક યુવાનને હડફેટે લેતાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું. આ બનાવમાં હાલ મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના રહેવાસી મોહમ્મદવકીલ મહોમદઅબ્દુલ રજાકએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસમાંલોડર નંબર GJ 3 EA 8528 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો દીકરો નસીમુદ્દીન મહમદવકીલ રજાક (ઉ.વ. ૨૩) વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ ઉપર આવેલ લેન્ડડેકોર કારખાનામાં મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતો હોય ત્યારે લોડરના ચાલકે પાછળ જોયા વગર તેનું વાહન રિવર્સમાં લેતા નસીમુદીનને હડફેટ લીધો હતો જેથી તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ લોડર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC