વાંકાનેરમાં ઘરવાપસી કરી રહેલા આશ્રિતો માટે વહિવટી તંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર ભોજનની વ્યવસ્થા કરાઇ…

ગુજરાતમાં હવે બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાની સાથે જ વાવાઝોડામાં સ્થળાંતરીત કરેલા લોકોની ઘર વાપસીનું મિશન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે વાંકાનેર વિસ્તારમાં સ્થળાંતરીત લોકો હવે ઘર તરફ પાછા જઈ રહ્યા છે, ત્યારે જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ. એચ. શિરેસિયા દ્વારા રાજકોટના રામકૃષ્ણ મિશનના સહયોગથી દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ઘણા દિવસથી ઘરથી દૂર રહેવાને કારણે ઘરે જમવા માટે હાલ પૂરતી કોઈ સગવડ ન હોય તે સ્વાભાવિક છે. ત્યારે તાલુકા વહીવટી તંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર સ્થળાંતરીત લોકોને જમવા માટે તૈયાર ફૂડ પેકેટ્સ અને ત્યારબાદ જમવાનું બનાવવા માટે હાલ પૂરતી ભોજનની બધી કાચી ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકો પોતાના ઘરે પાછા જઈ રહ્યાં છે, ત્યારે તેમને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!