નાસ્તો કરવા બહાર નીકળેલ પતિ-પત્ની માથે હોનેસ્ટ હોટલ બહાર ફેબ્રીકેશનની છત પડતા દંપતી ખંડિત….
મોરબી જિલ્લામાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના બનાવો સામે આવ્યા બાદ હવે માળિયા નજીક આવેલ હોનેસ્ટ હોટેલમાં વાવાઝોડાને કારણે હોટલ બહાર ફેબ્રીકેશનની છત નીચે પડતાં એક મહિલાનું મોત થયું હોવાનો બનાવ સામે આવતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી ગયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં વાવાઝોડાને કારણે આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ નુકસાની થઈ હોવાની માહિતી સામે આવી હતી, જેમાં આજે મોરબી જિલ્લામાં વાવાઝોડાના કારણે પ્રથમ માનવ મૃત્યુ નો બનાવ સામે આવ્યો છે.
આ બનાવમાં નાની વાવડી ગામના વતની અશોકભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની રાજશ્રીબેન પોતાની કાર લઇને નાસ્તો કરવા માટે બહાર આવ્યા હોય જેમાં તેઓએ માળિયા હોનેસ્ટ હોટેલમાં હોલ્ટ કર્યો હોય દરમિયાન ભારે પવનના કારણે હોટેલ બહાર ફેબ્રીકેશનની પતરાની છત આ દંપતી પર પડતાં રાજશ્રીબેનનું મોત થયું હતું જ્યારે તેમના પતિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1