યુવાનના પિતા સાથે પાંચ વર્ષ અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઇ….

વાંકાનેર શહેર ખાતે આવેલ બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે ઉભેલા એક યુવાન પર તેના પિતા સાથે પાંચ વર્ષ અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખી છ શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે રહેતા રાજા પેટ્રોલપંપ વારા મોહમ્મદસીરાજભાઈ યુનુસભાઈ શેરસીયા(ઉ.વ. ૩૦) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). મામદ હુશેનભાઈ લાખા, ૨). ઈસ્માઈલ અસ્લમ, ૩). આદીલ કરીમ લાખા, ૪). મુનાફખાન યુસુફખાન, ૫). ફીરદોશ મુનાફ જુણેજા અને એક અજાણ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે,

યુવાનના પિતા સાથે આરોપીઓને પાંચેક વર્ષ પહેલા માથાકૂટ થયેલ હોય, જેનો રોષ રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન વાંકાનેર શહેર ખાતે બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર નજીક હોય ત્યારે ત્યાં આવી ઝઘડો કરી લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જે બાદ યુવાને આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!