મોરબી જી.પં. સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની સફળ રજુઆત, સિંધાવદર પીએચસી માટે એક કરોડ અને બાકીના સબ સેન્ટર માટે 25-25 લાખ ફાળવાયા‌….

વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી. તથા પીપળીયા રાજ, આગામી પીપળીયા અને રાજાવડલા સબ સેન્ટરના બાંધકામ અને વિકાસ માટે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા સરકારશ્રી માં ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી, જે સફળ થતાં સરકાર દ્વારા આ ચારેય બિલ્ડિંગોના બાંધકામ માટે અંદાજીત રૂ. 1.75 કરોડની ફાળવણી કરવામાં આવી છે….

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 19 પીએચસી અને 96 પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે મંજૂરી સાથે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી. માટે અંદાજીત રૂ. એક કરોડ અને પીપળીયા રાજ, આગામી પીપળીયા અને રાજાવડલા ગામના પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે અંદાજીત રૂ. 25-25 લાખની ફાળવણી કરવામાં આવી છે, જેના માટે વિકાસના કામો પણ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેવું જીલ્લા પંચાયત સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીએ જણાવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

 

error: Content is protected !!