વાંકાનેર તાલુકાના મહિકા ગામે ફૂલિયો ધરો નામની સીમમાં આવેલ એક યુવાનની ખેતીની જમીન પાસેથી ખોદકામ કરવામાં આવતું હોય, જેથી ત્યાંથી માટી કાઢવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાને ગાળો આપી, માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા અજયભાઈ રતાભાઇ ધોળકિયા(ઉ.વ. 28)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની મહીકા ગામની સીમમાં ફૂલિયો ધરો નામની સીમમાં આવેલ ખેતીની જમીનની બાજુમાં આરોપી ગીરીરાજસિંહ દ્વારા માટીનું ખોદકામ કરવામાં આવતું હતું, જેથી તેને ખોદકામ કરવાની ના પાડતા, આરોપીએ અજયભાઈને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI