વાંકાનેર રેલ્વે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ નજીક ખુલ્લી ગટરમાંથી ગઇકાલે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં મૃતકના વાલી વારસાની શોધખોળ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ નજીક ખુલ્લી ગટરમાંથી ગઇકાલે બપોરે એક અજાણ્યો પુરૂષ જેને શરીરે આખી બાયનો કાળા કલરનો ઝભ્ભો તથા કમયે કાળા કલરનું પેન્ટ પહેરેલ હોય તેનું કુદરતી રીતે મોત થયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતકની બોડીને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ખસેડી બનાવમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે, જેથી કોઈને જો બાબતે મૃતકના વાલી વારસાની જાણ થાય તો હેડ કો. કુલદીપસિંહ ઝાલાનો મો. 91735 55538 પર સંપર્ક કરવો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC