વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના કોટડા નાયાણી ગામથી આગાભી પીપળીયા તરફ જવાના રસ્તે દરોડો પાડી લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના તિથવા ઓ.પી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અગાભી પીપળીયા ગામથી કોટડા નાયાણી ગામ તરફ જવાના રસ્તે દરોડો પાડી લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 1). ખીમજીભાઇ ભગવાનજીભાઈ કાંજીયા (ઉ.વ.૬૦, રહે. આગાભી પીપળીયા), 2). જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા (ઉ.વ. ૫૦, રહે આગાભી પીપળીયા),
3). શાંતિલાલ આંબાલાલ મારું (ઉ.વ. ૪૪, રહે. રાજકોટ), 4). હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા (ઉ.વ. ૬૩, રહે. રાજકોટ) અને 5). નરેન્દ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયા (ઉ.વ. ૪૮, રહે. રાજકોટ)ને રોકડ રકમ રૂ. 12,300 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC