વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોએ રોકડ રકમ રૂ. 17,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના હેડ કો. ચમનભાઈ ચાવડા તથા કો. સંજયસિંહ જાડેજા અને વિજયભાઈ ડાંગરને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). સહદેવસિંહ જયવિરસિંહ જાડેજા (ઉ.વ. ૪૨, રહે. સજનપર), ૨). રાઘવજીભાઈ અજાભાઈ દેસાઈ (ઉ.વ‌. ૬૨, રહે. સજનપર),

૩). અમૃતલાલ રાઘવજીભાઈ વિડ્જા (ઉ.વ. ૬૯, રહે. મોરબી), ૪). સુરેશભાઈ પરસોત્તમભાઈ કાવર (ઉ.વ. ૪૯, રહે. મોરબી) અને ૫). મગનભાઈ સુંદરજીભાઈ દલસાણીયા (ઉ.વ. ૬૦, રહે. સજનપર)ને રંગેહાથ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 17,300 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!