વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો….

0

વાંકાનેર શહેર ખાતે આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે તાજેતરમાં જ નવનિયુક્ત થયેલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….

ગઇકાલે વાંકાનેર શહેર ખાતે આવેલ પુર્ણચંદ ગરાસીયા બોડીંગ-ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડીના સન્માન સમારોહ તથા શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ ભાજપના હોદેદારો, જીલ્લા ભાજપના હોદેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, જિલ્લા કારોબારી સભ્યશ્રીઓ, તમામ મોરચા-સેલના હોદેદારો,

તાલુકા/શહેર કારોબારીના સભ્યો તથા તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા લોક પ્રતિનિધિશ્રીઓ તથા ક્ષત્રિય સમાજ આગેવાન, રાજગોર સમાજના આગેવાનો, કોળી સમાજના આગેવાનો, પ્રજાપતિ સમાજના આગેવાનો, અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, લઘુમતી સમાજના આગેવાનો, મહિલા મોરચાના હોદ્દેદારો, વિવિધ ગામના સરપંચશ્રીઓ તથા તમામ કાર્યકતાઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું ફુલ હાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC