વાંકાનેર તાલુકા કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી.ની ચુંટણી નો વિગતવાર કાર્યક્રમ પ્રસિધ્ધ કરાયો…

વાંકાનેર કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૧૩ થી ૧૬/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને વાંકાનેર મામલતદાર કચેરી ખાતે તા.૧૬/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૭/૦૨/૨૦૨૩ ના રોજ કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે….

જે બાદ ઉમેદવારી પાછી ખેંચી લેવાની કામગીરી તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ અને હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. જે બાદ વાંકાનેર તાલુકા કો.ઓપ. પ્રોસેસિંગ સોસાયટીની ચુંટણી માટે મતદાન અને મતગણતરી તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજ શ્રી વાંકાનેર તાલુકા કો. ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી. વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે, તેવું વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી અને ચુંટણી અધિકારીશ્રી એ. એચ. સેરશિયાએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!