યાર્ડમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત : વેપારી વિભાગની ચાર બેઠકો પૈકી ત્રણ કોંગ્રેસ અને એક ઉમેદવાર અસમંજસમાં, સંઘની એક બેઠક કોંગ્રેસ પેનલના ફાળે‌….

એક વર્ષ કરતા વધુ સમય બાદ વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું આજે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે અટકેલ પરિણામ કોર્ટના નિર્ણય બાદ આજે જાહેર કરવામાં આવ્યું છે, જે પરિણામ મુજબ ખેડુત વિભાગની 10 બેઠક પૈકી કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના છ ઉમેદવારો અને ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય વેપારી વિભાગની ચાર બેઠકો પૈકી ત્રણ કટ્ટર કોંગ્રેસી ઉમેદવારો અને એક ઉમેદવાર કોંગ્રેસ પેનલમાંથી ચૂંટાયેલ હોય અને હાલ ભાજપમાં ભડી જતા તે ઉમેદવારે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરેલ નથી. આવી જ રીતે સંઘની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજેતા થયો છે….

ખેડૂત વિભાગની દસ બેઠકો પર વિજેતા ઉમેદવારો….

૧). પીરઝાદા શકીલએહમદ ખુરશીદ હૈદર (કોંગ્રેસ) = ૩૩૨ મત
૨). કડીવાર ઇસ્માઈલ ફતેમામદભાઈ (ભાજપ) = ૩૩૦ મત
૩). ખોરજીયા યુનુસ અલાવદી (ભાજપ) = ૩૧૩ મત
૪). કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઈ (કોંગ્રેસ) = ૩૧૧ મત
૫). પરાસરા ગુલામ અમી (કોંગ્રેસ) = ૩૦૯ મત
૬). શેરસીયા હુસેન આહમદ (કોંગ્રેસ) = ૩૦૫ મત
૭). શેરસીયા હુસેન માહમદ (કોંગ્રેસ) = ૩૦૪ મત
૮). બ્લોચ ગુલમહંમદ ઉમરભાઈ (ભાજપ) = ૨૯૭ મત
૯). શેરસીયા જલાલભાઈ અલીભાઈ આહમદભાઈ (ભાજપ) = ૨૯૭ મત
૧૦).ગોરીયા નાથાભાઈ મનજીભાઈ (કોંગ્રેસ) = ૨૯૬ મત

વેપારી વિભાગની ચાર બેઠકો પર વિજેતા ઉમેદવારો…

૧). ચૌધરી મોહયુદીન હુશેનભાઇ (કોંગ્રેસ) = 171 મત
૨). પરાસરા મોહંમદરફીક ઉસ્માનભાઇ (કોંગ્રેસ) = 176 મત,
૩). બાદી મો.નીસાર ઇસ્માઇલભાઇ (કોંગ્રેસ) = 178 મત,
૪). મેઘાણી અશ્વીનભાઇ નવઘણભાઇ (અસમંજસ) = 165 મત

સંઘની એક બેઠક પર વિજેતા ઉમેદવાર…

૧). અલીભાઈ બાદી (કોંગ્રેસ) = 18 મત

યાર્ડમાં કોનું શાસન સ્થાપિત થશે….

હાલની પરિસ્થિતિ જોતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચુંટણી પરિણામમાં કુલ 16 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને છ ખેડૂત વિભાગની, ત્રણ વેપારી વિભાગની અને એક સંઘની બેઠક મળી કુલ 10 બેઠકો મળી છે, જ્યારે સામાપક્ષે ભાજપને માત્ર ખેડૂત વિભાગની ચાર બેઠકો મળી છે. વેપારી વિભાગની ચાર બેઠકો પૈકી ચારે ચારમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા પરંતુ તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અશ્વિનભાઈ મેઘાણી ભાજપમાં ભળી ગયા હતા જેમની સાથે યાર્ડના ચુંટણી પરિણામની ચર્ચા કરતા તેઓએ હાલ પુરતો પોતાનો સ્ટેન્ડ નક્કી કરેલ નથી જેથી આ ઉમેદવાર હાલ અસમંજસમાં હોવાનું જણાવ્યું હતું….

આજે જાહેર થયેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચૂંટણી પરિણામો પરથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પુનઃ કોંગ્રેસની પીઝાદા પ્રેરિત પેનલનો વિજય થતા ફરીથી તેઓ સત્તાની બાગડોળ સંભાળે તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે ભાજપએ વાંકાનેર યાર્ડમાં કોંગ્રેસનું શાસન પુર્ણ કરી સત્તા મેળવવાના તમામ પ્રયાસો કર્યા હોય પરંતુ હાલ આ પ્રયત્નો નિષ્ફળ દેખાઈ રહ્યા છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!