વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સ્મશાન નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે આ બનાવમાં અન્ય એક આરોપી ફરાર થઈ જતાં બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક સ્મશાન પાસેથી એક સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરફેર કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ભવાનીગઢ ગામના હસમુખ માધુભાઈ દેકેવાડીયાને રૂ. 7000ની કિંમતના 350 લીટર દેશી દારૂ અને ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો….
પોલીસના આ દરોડા દરમિયાન અન્ય એક આરોપી માથક ગામનો અજય કોળી પોલીસને જોઈ નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1