વાંકાનેર ટાઉન હોલમાં જુગારનો વધુ એક દરોડો, ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયાં…..

0

વાંકાનેર શહેના પુલ દરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં વાંકાનેર સીટી પોલીસે જુગારનો એક દરોડો પાડી છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા, બાદ ફરી આ જ સ્થળે બીજા શખ્સો જુગાર રમવા બેસી જતાં પોલીસે પુનઃ ચોક્કસ ખાનગી બાતમીને આધારે આ સ્થળે દરોડો પાડી વધુ ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગઈકાલે ટાઉન હોલ ખાતે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા, બાદમાં આ જ સ્થળે અન્ય શખ્સો જુગાર રમવા બેસી જતાં પોલીસે પુનઃ આ સ્થળે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રમેશભાઈ તેજાભાઈ ગોરીયા, ૨). છગનભાઇ પ્રાગજીભાઈ ખાંડેખા, ૩). અબ્બાસભાઈ ઈબ્રાહિમભાઈ મકરાણી અને ૪). અરજણભાઇ પેથાભાઈ કરોતરાને કુલ રૂ. 10,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1