વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ટીસી ઉપર ચડી જતાં દાઝી ગયેલ યુવાનનું મોત…

0

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક કારખાના પાસે વીજ કંપનીના ટીસી ઉપર કોઈ કારણસર એક યુવાન ચડી ગયો હતો, જેથી તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા દાઝી જતાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એસ્કોન સીરામીક કારખાનાનાં લેબર ક્વાર્ટરમાં રહી ત્યાં મજૂરી કામ કરતા પ્રદીપકુમાર વેદરામસિંહ નાયક નામનો યુવાન કોઈ કારણોસર માટેલ રોડ ઉપર આવેલ એક્વા પ્રોડક્ટ નામના કારખાના પાસે વીજ કંપનીના ઇલેક્ટ્રિક ટીસી ઉપર ચડી ગયો હતો જેથી તેને વિજશોક લાગતા તે આખા શરીરને દાજી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1