વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વોરા હિતેક્ષા અશ્વિનભાઈએ 11મી રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળા પરિવાર તથા વાંકાનેર તાલુકાનું નામ રોશન કર્યું છે….
વિદ્યાર્થીનીને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે મેળવવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારીના ઇન્ચાર્જ ડીઈઓ રાણીપા સાહેબ તેમજ શાળા પરિવારના તમામ ટ્રસ્ટીઓ, આચાર્યો પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની તેમજ પ્રમુખશ્રી લલીતભાઈ મહેતાએ વિદ્યાર્થીની બહેનને શુભકામનાઓ પાઠવી વિવેકાનંદના ઉચ્ચ વિચારોને જીવનમાં અપનાવી ઉત્તરોતર પ્રગતિ કરીને શાળા પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1