વાંકાનેર તાલુકા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ-મકતાનપર રોડ પર પસાર થતી એક ઈકો ગાડીનો ચાલક પોલીસને જોઈ પોતાની ગાડી પાછી વાળી જામસર ચોકડીથી મકતાનપર તરફ ફરાર થવાની કોશિષ કરતા પોલીસે તાત્કાલિક ઈકો ગાડીનો પીછો કરતા આગળ જતાં ઈકો ગાડીનો ડ્રાઇવર રોડ સાઈડમાં ઇકો ગાડી મુકી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 355 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે બનાવમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ માટેલ-જામસર રોડ પર નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ ગામથી જામસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર એક ઇકો ગાડી આવી રહી હતી પરંતુ ત્યાં પોલીસની હાજરી હોવાનું ઇકો ગાડીના ડ્રાઈવરએ જોઈ લેતા પોતાની ગાડી પાછી વાળી જામસર ચોકડીથી મકતાનપર ગામ તરફ દોડાવી મુકતા પોલીસે તેનો પીછો કર્યો હતો, જેમાં ઇકો ગાડીના પાછળના ટાયર ફુટી જતાં મકતનપરથી જામસર ગામ વચ્ચે વીજ કંપનીના સબ સ્ટેશન પાસે ગાડી રોડ નીચે ઉતારી જતાં કાર ચાલક વાહન સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો,

જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી ત્યાં પડેલ GJ 13 AR 2290 નંબરની ઈકો ગાડીની તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 355 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે રૂ. 1,48,425 ની કિંમતના વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. 4,48,425ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલ કાર ચાલક સામે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!