મોરબી-વાંકાનેર હાઇવે પર વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસેથી એક યુવાન પોતનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર આવેલ નર્સરી ચોકડી પાસેથી મુળ એમ.પી. ના વતની અને હાલ રાજકોટના ભુપતગઢ ગામે રહી ખેત મજૂરી કામ કરતા સુરેશભાઈ ચમારભાઇ વાસકેર (ઉ.વ. ૨૮) નામનો યુવાન તેનું બાઈક નં. GJ 3 CG 4184 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!