પરણિતા સાથે પ્રેમસંબંધ મામલે મહિલાના પતિ સહિતના પરિવારજનોએ ઇકો ચાલકને માર મારતાં પોલીસ ફરિયાદી નોંધાઇ….

વાંકાનેર ખાતેથી રાજકોટ ઇકો કારમાં અપડાઉન કરતી પરિણીત મહિલાને ઇકો કારના ચાલક સાથે સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો, જેની જાણ પરિણીતાના પતિને થતા પરિણીતાના પતિ, પરિણીતાના બનેલી અને અન્ય બે શખ્સોએ રસ્તામાં જ ઇકો ચાલકને પરિણીત મહિલા સાથે રંગે હાથ ઝડપી પાડી લમધારી નાંખતા બાબતે ઇકો ચાલકે ચાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા અને ભાડાની ઇકો કાર ચલાવતા ચાર સંતાનના પિતા એવા રફીકભાઇ ઇબ્રાહીમભાઇ શેખે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની ઈકો કારમાં છેલ્લા છ મહિનાથી વાંકાનેરના જીનપરામાં રહેતા ભુમિકાબેન ભાવેશભાઈ પ્રજાપતિ નામની પરિણીતા રાજકોટ અપડાઉન કરતા હોય, જેમાં બન્નેની આંખો મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો, જેમાં ફરિયાદી રફીકે ભુમિકાબેનને પોતાનું સીમકાર્ડ આપ્યું હતું, જે નંબર ઉપરથી ભુમિકાબેન તેને ફોન કરતા હતા. જેમાં ગત તા.25ના રોજ ભુમિકાબેનનો ફોન આવેલ કે તે રાજકોટ ડિલક્સ ચોક પાસે છે અને તેને લઈ જાય. જેથી ઇકો ચાલક પ્રેમી રફીક ભુમિકાબેન અને તેની પુત્રીને લઈ રાજકોટથી વાંકાનેર આવવા રવાના થયો હતો…

બાદમાં રફીકની ઇકો કાર અમરસર ફાટક પહેલા દુધની ડેરી સામે પહોંચતા જ ઈકોની પાછળ રહેલી એક કાળા કલરની કાર સાઈડ કાપીને ઇકો આગળ કરી ઉભી રહેતા, તેમાંથી ઉતરેલા ભુમિકાબેનના બનેવી જૈમિનભાઈ અને અન્ય બે શખ્સોએ ઇકો કારની ચાવી કાઢી લઈ રફીકને નીચે ઉતારી બેફામ માર માર્યો હતો અને બાદમાં થોડીવારમાં ભુમિકાબેનના પતિ ભાવેશભાઈ પ્રજાપતિ પણ બાઈક લઈને આવી પહોંચતા લાકડાના ધોકા વડે તેમજ લાફા,ચપલ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત ફરિયાદીએ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આરોપી જૈમિનભાઈ, ભાવેશભાઈ પ્રજાપતિ અને અન્ય બે અજાણ્યા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!