વાંકાનેરના અમરસર નજીક બાઇક રોડ નીચે ઉતરી જતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત…

0

વાંકાનેર શહેર નજીક આવેલા અમરસર ગામથી આગળ મિતાણા રોડ પર તળાવ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નજીક અમરસર ગામ નજીક મિતાણા રોડ પર પુર ઝડપે આવતા બાઇક ચાલક વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા (ઉ.વ. 28, રહે. હાલ છતર ગામે કેશુભાઈ ભીમાણીની વાડીએ, મુળ રહે. કાલીયાવાવ, મધ્યપ્રદેશ)નું બાઈક અમરસર ગામ પાસે તળાવ નજીક રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt