વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી નજીક રોંગ સાઈડમાં આવતાં એક આઇસર ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલ નર્સરી ચોકડી નજીક ગત તા. ૦૬ ના રોજ રોંગ સાઈડમાં આવતાં એક આઇસર ટ્રક નંબર GJ 03 BY 1743ના ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇક નં. GJ 03 EN 2934 ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર દીપકભાઈ રાજેશભાઇ પઢારીયા (ઉ.વ. 24, રહે. ધર્મચોક, વાંકાનેર) અને દશરથ દેવીદાસભાઇ દુધરેજીયા (ઉ.વ. 22, રહે. નવાપરા, વાંકાનેર) નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી,
જેથી તેમને પ્રથમ વાંકાનેર બાદ મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દીપકભાઈનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પિતા રાજેશભાઇ પ્રભુભાઇ પઢારીયાએ આઇસર ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ 304A, 279, 337, 338 તથા મોટર વ્હીકલ એક્ટ 177, 184, 119, 134 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt